વાંચો સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા પહેલા પ્રેસનોટમાં શું લખ્યું
રાજકોટ, તા. 02 માર્ચ, 2022, બુધવાર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના ધરાવતા કડવા પાટીદાર આગેવાન અને સૌરાષ્ટ્રની જાણીતી યુ.વી. ક્લબ સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. એડવોકેટ અને પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ અંતિમ ચિઠ્ઠીમાં ખૂબ જ ગંભીર આક્ષેપો કરીને આત્મહત્યા કરી લીધી છે.
આત્મહત્યા પહેલા તેમણે એક પ્રેસનોટ લખી હતી. તેમાં તેમણે રાજકોટ શહેરના બિલ્ડર એમ એમ પટેલ, અમિતભાઈ ચૌહાણ, અતુલભાઇ મહેતા તેમજ અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ કુમાર કાંતિલાલ પટેલ, દિપક મણિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રાણય કુમાર કાંતિલાલ પટેલ નામના વ્યક્તિઓને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવીને ગંભીર આરોપો કર્યા છે.