Get The App

RCBના ચાહકો ભાન ભૂલ્યા, CSKના કેપ્ટન ધોનીના નામની ટી-શર્ટ ફાડીને ઉપર લાત મારી વાહનો ચલાવ્યા

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
RCBના ચાહકો ભાન ભૂલ્યા, CSKના કેપ્ટન ધોનીના નામની ટી-શર્ટ ફાડીને ઉપર લાત મારી વાહનો ચલાવ્યા 1 - image


IPL 2025: આઇપીએલની ફાઇનલમાં આરસીબીની જીતની ઉજવણીમાં ચાહકો ભાન ભૂલી ખેંચતાણ કરીને સીએસકેના કેપ્ટન ધોનીના નામવાળી ટી-શર્ટ ફાડીને ઉપર લાત મારી વાહનો ચલાવ્યા હતા. આ કરતૂતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુઝર્સે ગુસ્સે થયા હતા.

ધોનીના નામવાળી ટી-શર્ટ ફાડીને ઉપર લાત મારી વાહનો ચલાવ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ સુપર કિંગ્સને હરાવીને ચેમ્પિયન બનતા શહેરના વિવિધ વિસ્તારોમાં સમર્થકો રોડ ઉપર આવીને ઉજવણી કરી રહ્યા હતા. આ સમયે કેટલાક સમર્થકો ઉજવણીમાં ભાન ભૂલ્યા હોય તેવા દૃશ્ય સામે આવ્યા હતા. ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમ.એસ. ધોનીની ટી-શર્ટ ખેંચી ખેંચીને ફાડી નાખી હતી. ત્યારબાદ ટી-શર્ટને લાત મારી હતી અને ઉપરથી વાહનો ચલાવ્યા હતા. 

RCBના ચાહકો ભાન ભૂલ્યા, CSKના કેપ્ટન ધોનીના નામની ટી-શર્ટ ફાડીને ઉપર લાત મારી વાહનો ચલાવ્યા 2 - image

આ પણ વાંચો: ગુજરાતમાં 10 જૂન સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ

આ ઉપરાંત એક યુવક બાઈક પર જોખમી સ્ટંટ કરી પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. તેમજ અકોટા બ્રિજ સોલાર પેનલ નીચે વાહનો પાર્ક કરી ઉજવણી કરતા અન્ય વાહન ચાલકો પરેશાન થયા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Tags :