Gujarat
સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે
By GS TEAM
9 Dec 20251 min read

સુરેન્દ્રનગર
જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે શર હાથ ધરાશે
સુરેન્દ્રનગર - સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં
ડિજિટલ એગ્રીકલ્ચરના ભાગરૃપે એગ્રીસ્ટેક યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના અંતર્ગત
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી રવિ સિઝન ૨૦૨૫-૨૬ માટે ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી
શરૃ કરવામાં આવશે.
આ
સર્વેમાં દરેક ગામના સર્વે નંબર મુજબ ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલા પાકની વિગતો
એકત્ર કરવામાં આવશે. તાલુકા કક્ષાએથી નિયુક્ત થયેલા ખાનગી સર્વેયર અને વી.સી.ઇ.
દ્વારા જિલ્લાના તમામ ગામોમાં આ સર્વે કરવામાં આવી રહ્યો છે. આથી, નાયબ ખેતી નિયામક (વી)
દ્વારા જિલ્લાના તમામ ખેડૂતોને તેમના ખેતરે સર્વેની કામગીરી દરમિયાન નિયુક્ત થયેલા
કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી ડેટા એકત્રીકરણની કામગીરી સરળતાથી પૂર્ણ થઈ શકે.









