VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન

Gandhidham News : કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગુરુવારે (2 ઓક્ટોબર) ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસ્યો છે. બીજી તરફ, દશેરાના તહેવારમાં ગાંધીધામમાં ભારે પવન-વરસાદને કારણે 65 ફૂંટ ઊંચું રાવણનું પૂતળું ધરાશાયી થયું હતું.
ગાંધીધામમાં ભારે પવન-વરસાદને કારણે રાવણ ધરાશાયી
ગાંધીધામમાં અગ્રવાલ સમાજ દ્વારા વિજયાદશમીના પાવન દિવસે રાવણદહનની ઉજવણી કરી હતી. પરંતુ રાવણદહનમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને રાવણનું પૂતળું પડી ગયું હતું.
ગાંધીધામ સહિત કચ્છના અનેક વિસ્તારોમાં આજે (2 ઓક્ટોબર) સાંજના સમયે પવન સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે ગાંધીધામમાં ખુલ્લા મેદાનમાં ઊભા કરાયેલું રાવણનું પૂતળું ધરાશાયી થયું હતું. જેથી આયોજકોએ ઊંધા મોઢે પડેલા રાવણના પૂતળાનું દહન કરીને પરંપરા નીભાવી હતી.

