વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ઓબીસીને મહત્વ મળ્યું, રસિક પ્રજાપતિની નિયુક્તિ
Vadodara District BJP President : વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખના નામનું સસ્પેન્શન આજે ખુલી ગયું છે અને ભાજપના પાયાના કાર્યકર રસિક પ્રજાપતિને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખનું કોકડું લાંબા સમયથી ગૂંચવાયું હતું. બે થી ત્રણ વખત પ્રમુખ પદના નામની જાહેરાત છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી હતી. આખરે આજે સત્તાવાર રીતે મિટિંગ બોલાવીને નામની જાહેરાત કરવામાં આવનાર હોવાનું કહેવાયું હતું.
ભાજપના પ્રદેશ મોવડીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલી મિટિંગમાં વર્તમાન પ્રમુખ સતીશ નિશાળીયાએ આગામી પ્રમુખ તરીકે ઓબીસી નેતા રસિકભાઈ પ્રજાપતિના નામની દરખાસ્ત મૂકી હતી. જેને સાંસદે ટેકો આપતા કાર્યકરોએ ભારત માતાકી જય... બોલાવી નવા પ્રમુખને વધાવી લીધા હતા.