Get The App

જામનગરમાં રણમલ તળાવના કામના સ્થળે મનપા દ્વારા મુકાયેલા પતરા જોખમી બન્યા : ગંભીર અકસ્માતની ભીતિ

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં રણમલ તળાવના કામના સ્થળે મનપા દ્વારા મુકાયેલા પતરા જોખમી બન્યા : ગંભીર અકસ્માતની ભીતિ 1 - image


Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રણમલ તળાવ ફેસ 2 અને 3 ના ડેવલોપમેન્ટનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યાંથી અવર જવર કરતા લોકોને અડચણ અથવા નુકશાન થાય નહીં તે હતુંથી પતરાની આડશ ઊભી કરવામાં આવી છે. 

પરંતુ આ પતરા ઉખડી અથવા તો નમી ગયા છે. અને ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે. આથી સત્વરે આ પતરાઓની વ્યવસ્થિત ગોઠવણી કરવાની જરૂર છે. નહી તો કોઈ રાહદારી અથવા વાહન ચાલકને ગંભીર ઇજા થવાની શક્યતા છે. જે અંગે સત્વરે યોગ્ય કરવા માંગ ઉઠી છે.

Tags :