Get The App

જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં 9 લાડુ આરોગી રામપરના પ્રૌઢ પ્રથમ વિજેતા

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં 9 લાડુ આરોગી રામપરના પ્રૌઢ પ્રથમ વિજેતા 1 - image


જામનગરના 55 વર્ષિય મહિલા 7 લાડુ આરોગી સ્પર્ધામાં સતત પાંચમી વખત વિજેતા બન્યા, 3 વિભાગમાં યોજાયેલી સ્પર્ધામાં 59 સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા

 જામનગર : જામનગરમાં સતત 17 માં વર્ષે ગણેશ ચતુર્થી ના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે 59 સ્પર્ધકો જોડાયા હતા. બાળકો, બહેનો અને ભાઈઓની ત્રણ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત ખંભાળિયા પોરબંદર રાજકોટ સહિતના 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રત્યેક સ્પર્ધકને 100 ગ્રામ નો એક લાડુ તથા દાળ પીરસવામાં આવ્યા હતા.જેમાં ઘઉંનો લોટ, દેશી ગોળ, જાયફળ, ખસખસ, તથા ડ્રાયફ્ટ્સ તથા શુદ્ધ ઘી વગેરેનું મિશ્રણ કરીને લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. લાડુ સ્પર્ધા બાળકો, બહેનો અને ભાઈઓ એમ ત્રણ વિભાગમાં યોજાઇ હતી, જેમાં  ભાઈઓના વિભાગમાં જામનગર તાલુકાના રામપર ગામના 54 વર્ષીય નવીનભાઈ હમીરભાઈ મકવાણા 9 લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા બન્યા છે. તે જ રીતે જેઠાભાઈ ગોવિંદભાઈ રાઠોડ 8 લાડુ સાથે બીજા સ્થાને અને શૈલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ 6 લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા છે. બહેનોના વિભાગમાંજામનગરના 55 વર્ષીય પદ્મિનીબેન ગજેરા 7લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા બન્યા છે તેઓ આ સ્પર્ધામાં સતત પાંચમા વર્ષે પ્રથમ વિજેતા બન્યા છે. પ્રેમિલાબેન વોરા સાડા 6 લાડુ સાથે દ્વિતીય સ્થાને. અને જાગૃતીબેન હરણીયા સાડા પાંચ લાડુ સાથે તૃતીય સ્થાને વિજેતા બન્યા છે.બાળકોના વિભાગમાં જામનગરનો 11 વર્ષીય નક્શ હરેશભાઈ હિંડોચા ચાર લાડુ સાથે પ્રથમ સ્થાનેજ્યારે રીશીત વિપુલભાઈ આચાર્ય સાડા 3 લાડુ સાથે બીજા સ્થાને. અને વ્યોમ ધવલભાઈ વ્યાસ અઢી લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા છે.તમામ વિજેતા સ્પર્ધકોને રોકડ પુરષ્કાર, મોમેન્ટ વગેરે આપીને પુરસ્કૃત કરાયા હતા. 

Tags :