હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ 'જય શ્રી રામ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું

હળવદઃ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે હળવદમાં
ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. નગરના લક્ષ્મીનારાયણ મંદિરથી સાંજે
૪ વાગ્યે નવનિમત રથમાં બિરાજમાન થઈ રામલલ્લા નગરચર્યાએ નીકળ્યા હતા. આ
શોભાયાત્રામાં શણગારેલા ઘોડા, આકર્ષક ફ્લોટ્સ અને ઢોલ-નગારાના તાલે હજારો ભક્તો જોડાયા
હતા. ભગવાનના સ્વાગત માટે શહેરના રાજમાર્ગો રોશનીથી ઝળહળી ઉઠયા હતા અને ઠેર-ઠેર
પુષ્પવૃષ્ટિ તથા સેવા કેમ્પો દ્વારા ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધામક
આસ્થાના આ પર્વે હળવદના વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં ભાગ
લીધો હતો. સમગ્ર વાતાવરણ 'જય શ્રી રામ'ના
નાદથી ગુંજી ઉઠયું હતું. શોભાયાત્રાનું સમાપન વૈજનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી
અને સાધુ-મહંતોના આશીર્વાદ સાથે થયું હતું. હળવદ પોલીસના ચાંપતા પોલીસ બંદોબસ્ત
વચ્ચે આ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.









