Get The App

વિધર્મી વારસદારને મિલકતમાં ઘુસાડવાના મામલે રામધૂન

મકાન ખરીદવા માટે વિદેશથી ફંડ આવ્યું હોવાના સ્થાનિક રહીશોનો આક્ષેપ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
વિધર્મી વારસદારને મિલકતમાં ઘુસાડવાના મામલે રામધૂન 1 - image

 વડોદરા,અકોટા વિસ્તારની અજીત કો.ઓ.સોસાયટીમાં  વિધર્મી વારસદાર તરીકે ઘુસાડવાનો પ્રયાસ કરવા એક મિલકતની ખરીદી કરવામાં આવી હોઇ તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

અજીત સોસાયટીના સેક્રેટરીએ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપી જણાવ્યું છે કે, સોસાયટીમાં રહેતા  એક મહિલા અને તેની દીકરીએ અન્ય એક મકાન  આ સોસાયટીમાં જ લીધું છે. દીકરીએ વિધર્મી સાથે લગ્ન કર્યું હોવાની વિગતો છૂપાવી તેમજ પોતે અપરિણીત હોવાનું જણાવી પિતાના નામના દસ્તાવેજો રજૂ કરી માત્ર ૩ દિવસમાં જ અશાંતધારાની પરમિશન લીધી હતી. ત્યારબાદ મિલકતનો દસ્તાવેજ પણ કરી લીધો હતો. આ મિલકત ખરીદવા માટે વિદેશથી ફંડ આવ્યું  હોવાની શંકા છે. જેથી, તે દિશામાં પણ તપાસ થવી જરૃરી છે.આજે સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે રામધૂનનો કાર્યક્રમ પણ રાખ્યો હતો.