Get The App

રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકને મોટી જવાબદારી સોંપાઈ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવ્યા

વિધાનસભાની ચૂંટણીમાં કંગાળ દેખાવ બદલ ડો. રઘુ શર્માએ રાજીનામું આપતાં આ પદ ખાલી પડ્યું હતું

Updated: Aug 17th, 2023

GS TEAM


Google News
Google News
રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકને મોટી જવાબદારી સોંપાઈ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવ્યા 1 - image



અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્માની નિમણૂંક કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રભારી રહેલા રાજીવ સાતવનું કોરોના સંક્રમણના કારણે માત્ર નિધન થયું હતું.ત્યારથી ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસના પ્રભારીનું પદ ખાલી હતું. વિધાનસભાની ચૂંટણી પહેલાં રઘુ શર્માથી નારાજ થઈને કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીનામા ધરી દીધા હોવાની ચર્ચાઓ થઈ હતી. જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસની હાલત કંગાળ થતાં રઘુ શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી પદે રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકની નિમણૂંક કરવામાં આવી છે. 

રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકને મોટી જવાબદારી સોંપાઈ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવ્યા 2 - image

શક્તિસિંહ ગોહિલે મુકુલ વાસનિકની નિયુક્તિને આવકારી

લોકસભાની ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા છે. મુકુલ વાસનિક અગાઉ પણ પ્રભારી રહી ચુક્યા છે. શક્તિસિંહ ગોહિલે મુકુલ વાસનિકની નિયુક્તિને આવકારી છે.પાર્ટીએ રણદીપ સુરજેવાલાને મધ્યપ્રદેશના સિનિયર ઓબ્ઝર્વર બનાવ્યા બાદ હવે રાજ્યના પ્રભારી મહાસચિવનો વધારાનો હવાલો આપ્યો છે. તો બીજી તરફ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહાસચિવના પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય બ્રિજલાલ ખાબરીના સ્થાને અજય રાયને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કોણ છે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક

મુકુલ વાસનિક મનમોહન સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન રહી ચુક્યા છે. તેમણે 2009માં મહારાષ્ટ્રની રામટેક લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે કોંગ્રેસ પાર્ટીના નેતા છે. 1984માં 25 વર્ષની ઉંમરમાં તે બુલઢાના લોકસભા બેઠકથી જીતીને પહેલી વખત સાંસદ બન્યા હતા. તેમના પિતા બાલકૃષ્ણ વાસનિક ત્રણ વખત કોંગ્રેસ સાંસદ રહી ચુક્યા છે.


Tags :