રાજપુરા ગામની સ્કૂલના ગણિત શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઘોડિયા તાલુકાના રાજપુરા ગામમાં આવેલી સ્વ. મણીબેન છોટાભાઈ પટેલ શાંતિ નિકેતન વિદ્યામંદિર હાઈસ્કૂલના ગણિતના શિક્ષક પ્રગ્નેશ વિઠ્ઠલભાઈ પટેલ રહે હાલોલ એ શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીની ત્રણ ડિસેમ્બરના રોજ બપોરે પ્રિન્સિપાલ ઓફિસની બાજુમાં તેની સહેલીઓ સાથે લોબીમાં ઉભી હતી ત્યારે ખરાબ ઇરાદાથી બરડાના ભાગે હાથ ફેરવી છેડતી કરી હતી. આ ઉપરાંત રક્ષાબંધનના આગલા દિવસે શાળામાં રાખડીઓ બનાવાતી હતી ત્યારે પણ શિક્ષકે વિદ્યાર્થીનીના બંને હાથ પકડી શારીરિક છેડતી કરી હતી.
આ ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ તેના ઘરે કરતા ઘરના સભ્યો પ્રિન્સિપાલને મળ્યા હતા જે તે સમયે પ્રિન્સિપાલે સોમવારે મંડળની મીટીંગ કરીને ચર્ચા કરીશું અને શિક્ષક વિરોધમાં પગલાં લઈશું તેવી હૈયાધારણા આપી હતી જોકે પરિવારજનોને મંડળ ઉપર વિશ્વાસ નહીં હોવાથી તેમણે ગઈકાલે રાત્રે જરોડ પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ શિક્ષકને નિવૃત્ત થવામાં માત્ર બે વર્ષ બાકી છે અને હાલ તેઓ રજા ઉપર ઉતરી ગયા છે.








