mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાજકોટનું ખંઢેરી મેદાન ધૂંઆધાર 12 સદી અને 23 ફિફ્ટીનું સાક્ષી

Updated: Sep 25th, 2023

રાજકોટનું ખંઢેરી મેદાન ધૂંઆધાર 12 સદી અને 23 ફિફ્ટીનું સાક્ષી 1 - image


2 ટેસ્ટ, 3  વન-ડે, પાંચ T-20માં બેટધરોની આતશબાજી : તેમાંથી 6  સેન્ચ્યુરી અને 15 હાફ સેન્ચ્યુરી ભારતીયોનીઃ વિરાટ કોહલીને ત્રણે'ય ફોર્મેટમાં નિવડેલું છે આ ગ્રાઉન્ડ 

રાજકોટ, : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડિયમ એટલે કે ખંઢેરી મેદાન અત્યાર સુધીના 10 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 12 સદી અને 23 ફિફ્ટીનું સાક્ષી રહ્યું છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામેના ટીમ ઈન્ડિયાના બંને ટેસ્ટમાં મળીને કુલ ૬ હાફ સેન્ચ્યુરી નોંધાઈ તેમાં ઈંગ્લેન્ડના હસીબ હમીદ (82) તથા વિન્ડીઝના રોસ્ટન ચેઝ (53)અને પોવેલ (83) ઉપરાંત ભારતના રવિચન્દ્રન અશ્વિન (70), ચેતેશ્વર પૂજારા (86), રિષભ પંત (92) સમાવિષ્ટ હતા, જ્યારે કુલ 9 સદીવીરોમાં જો રૂટ (124), મોઈન અલી (117), બેન સ્ટોક્સ (128), એલિસ્ટર કૂક (130) એમ ઈંગ્લેન્ડના ચાર ક્રિકેટર સામે ભારતના પાંચ ખેલાડી- મુરલી વિજય (126), ચેતેશ્વર પૂજારા (124), પૃથ્વી શો (134), રવિન્દ્ર જાડેજા (100) અને વિરાટ કોહલી (139) સદી ફટકારી ચૂક્યા છે. 

ટી-20ના 5 મેચમાં ન્યુઝિલેન્ડના કોલીન મુનરો (109) અને અહીંના છેલ્લા- તા.7-1-2023ના શ્રીલંકા સામેના મેચમાં સૂર્યકુમાર યાદવ (112) એમ બે સદી તેમજ પાંચ ફિફ્ટી (યુવરાજસિંહની અણનમ ધૂંઆધાર 77ની ઈનિંગ, વિરાટ કોહલી- 65 એરોન ફિન્ચ- 89, રોહિત શર્મા-85, દિનેશ કાર્તિક-55) રાજકોટવાસીઓએ પ્રત્યક્ષ નિહાળી છે. ત્રણ વન-ડેમાં એકમાત્ર સદી- ક્વિન્ટન ડીકોક (103) સિવાય જે 12 ફિફ્ટીઝ નોંધાઈ તેમાં એલિસ્ટર કૂક (75), ઈઆન બેલ (85), ગૌતમ ગંભીર (52), યુવરાજસિંહ (61), સુરેશ રૈના (50), પ્લેસીસ (60), રોહિત શર્મા (65), કોહલી (77), શિખર ધવન (96), અગેઈન વિરાટ કોહલી (78), સ્ટીવન સ્મીથ (98) અને કે.એલ. રાહુલ (80)ની ફટકાબાજી ક્રિકેટરસિકો માટે યાદગાર બની રહી છે. કે.એલ. રાહુલ ઓસિ. સામેના જ અહીંના છેલ્લા તા.17-1-2020 ના વન-ડેમાં મેન ઓફ ધ મેચ ઈનિંગ રમી ચુક્યો હોવાથી તથા  વિરાટ કોહલીને ત્રણે'ય ફોર્મેટમાં આ મેદાન ફળ્યું છે ત્યારે આગામી બુધવારના વન-ડેમાં આ બંને પર પણ ફેન્સની વિશેષ મીટ મંડાયેલી રહેશે.

Gujarat