સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના જયનીલ અને સુરતની ફ્રેનાઝે ટોચનાં ખિતાબ જીત્યા
ટુર્નામેન્ટનું સમાપન થતા વિજેતાઓને ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ , રોકડ પુરસ્કાર એનાયત કરાયા
સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન થતા વિજેતા ખેલાડીઓને ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા.

ટુર્નામેન્ટના અંતિમ દિવસે વિવિધ કેટેગરીની ફાઈનલો સહિત 76 મેચો રમાઈ હતી. જેમાં ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું. રાજકોટના આઠમા ક્રમના સિડેડ જયનીલ મહેતાએ સુરતના આયાઝ મુરાદને 4-2થી હરાવી સીઝનનું પોતાનું પ્રથમ પુરુષ એકલવ્યો ખિતાબ જીત્યો હતો.

જ્યારે વિમેન્સ ફાઇનલમાં સુરતની બે ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો.જેમાં ટોચની સિડેડ ફ્રેનાઝ ચીપિયાએ ફિલઝફાતેમા કાદરીને 4-2 થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. તેમજ અમદાવાદની પ્રથા પવારે ટુર્નામેન્ટમાં ડબલ ક્રાઉન જીતવાની સિદ્ધિ મેળવી હતી. બોયઝ અંડર-19 ફાઇનલમાં અરવલ્લીના ટોચના સિડેડ જન્મેજય પટેલે જોરદાર સંઘર્ષ બાદ સુરતના વિવાન દવેને 4-2થી હરાવ્યો હતો. ટોચના સિડેડ દેવએ કચ્છના ધ્રુવ ભંભાણીને 3-0થી હરાવી સીઝનનું પાંચમું સતત અંડર-13 ટાઇટલ જીત્યું હતું.