માધાપરમાં દંપતિને વિધિ કરવાનું કહીને રાજકોટની મહિલાએ દાગીના પડાવ્યા
'ઘરમાં બધા દુ:ખી છે, પરિવારમાં નડતર છે' : સ્થાનિક પોલીસે 1 લાખ 90,000નું મંગળસૂત્ર, તથા 1640 રોકડ રૂપિયા કબ્જે કરી 6 ગુનાઓનો ભેદ ઉકેલ્યો CCTCની મદદથી મહિલાને પકડી પાડી
રાજકોટ : માધાપરના કૃષ્ણાનગરમાં રહેતા દંપતિ સાથે વિધિ કરવાનું કહીને રૂપિયા 1,90,000 ની કિંમતનું મંગળસૂત્ર અને રોકડ રૂપિયા 700 લઇને પલાયન થઇ જનારી રાજકોટની લાભુબેન મહેશભાઇ નકુમ (નાથબાવા) નામની 51 વર્ષની સ્ત્રીને માધાપર પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડી હતી. ધૂતારી મહિલાના કબ્જામાંથી મંગળસૂત્ર સાથે રોકડા 1640 કબ્જે કરીને માધાપરના 2, માનકુવા અને ભુજ એ ડિવિઝનના ત્રણ મળી 6 ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે.
માધાપર નવાવાસના કૃષ્ણનગરમાં રહેતા સોનલબેન સાગરભાઇ પિત્રોડા સાથે મંગળવારે સવારના નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા દરમિયાન બનાવ બન્યો હતો. ફરિયાદી મહિલા અને તેમના પતિ ઘર હતા. ત્યારે અજાણી સ્ત્રી આવી હતી. ફરિયાદી પાસે ચાની માંગણી કરી હતી. ત્યાર તમે ઘરમાં બધા દુખી છો તમારા ઘરમાં કોઇએ મેલી વિદ્યા કરી છે. પરિવાર પર નળતર છે. એટલે વિધિ કરાવી પડશે તમારી તકલીફ દુર થઇ જશે તેમ જણાવ્યું હતું. ફરિયાદી દંપતિ પાસેથી વિધિ કરવા માટે 16,000 માંગ્યા હતા. રૂપિયા ન હોઇ ફરિયાદી અને તેમના પતિએ એ અજાણી સ્ત્રીને સોનાનું મંગળસૂત્ર અને 700 રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ આરોપણ મહિલાએ ફરિયાદી દંપતિને વિધિ કરાવવા સામે બેસાડયા હતા. સોનાનું મંગળસૂત્ર અને રૂપિયા રૂમાલમાં વીંટીને આરોપી મહિલાએ વિધિ કરી હતી. ત્યાર પછી હું દોઢ વાગ્યે તમારા ઘરે જમવા આવીશ તેવું કહીને ચાલી ગઇ હતી. જે સાંજના 4 વાગ્યા સુધી પરત ન આવી ન હતી. જેથી ફરિયાદી દંપતિએ સોસાયટી અને આજુ બાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. ધૂતારી સ્ત્રી હાઇવે બાજુ ગઇ હોવાનું જાણવા મળતાં માધાપર પોલીસ મથકે અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. માધાપર પોલીસે બનાવ સ્થળ અને આસ પાસના સીસીટીવી કેમેરામાં વર્ન મુજબની મહિલાને શોધી કાઢીને પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં આરોપી મહિલા લાભુબેનએ ગુનાની કબુલાત આપી હતી. આરોપી મહિલા પાસેથી પોલીસે 1,90,000નું મંગળસૂત્ર અને રોકડ રૂપિયા 1640 કબ્જે કરી તપાસ કરતાં આ મહિલા દ્વારા માધાપરના ઐશ્વર્યાનગરમાં અને માનકુવા ગામે દરબારવાડી અને બારવાડી વિસ્તારમાં 2 આવી જ છેતરપીંડી કરીને 1 મંગળસૂત્ર તથા 7,000 અને 3 સોનાની વીંટી તેમજ એક સોનાની ચેઇન ગૃહિણીઓ પાસેથી વિધિના નામે પડાવી લીધી હોવાનું બહાર આવ્યું હતું માધાપર પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.