150 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે સિગ્નેચર બ્રિજ, ટ્રાફિકથી મળશે મુક્તિ, તંત્રએ ટેન્ડર જાહેર કર્યું
Rajkot Signature Cable Bridge: હવે ગુજરાતના રાજકોટને પણ દ્વારકા જેવો સિગ્નેચર કેબલ બ્રિજ મળશે. શહેરના કટારિયા ચોકડી પાસે 150 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવમાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને આ વેસ્ટ ઝોનમાં એકસાથે 9 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિ.ને 4 મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી
9 બ્રિજનું ટેન્ડર બહાર સોંપ્યું
ગુજરાતનો આ પહેલો સિગ્નેચર બ્રિજ છે, જે જમીન પર બનાવવામાં આવશે. સિગ્નેચર બ્રિજ સાથે અન્ય 8 બ્રિજના પણ ટેન્ટર બહાર પાડવામાં આવ્યા છે. વેસ્ટ ઝોનના વોર્ડ નંબર 11 માં નવા રીંગ રોડ પર 42.26 કરોડના ખર્ચે ત્રણ બ્રિજ, રંગોલી પાર્ક નજીક 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ, મુંજકા પોલીસ ચોકી પાસે 5.53 કરોડના ખર્ચે એક બ્રિજ અને રૈયા ગામથી સ્માર્ટ સિટી વચ્ચે 12.65 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ દશેરા પર અમદાવાદમાં 50થી વધુ સ્થળે રાવણ દહન થશે, કરોડોના વાહન-જમીન-મકાન વેચાશે
2 વર્ષ સુધી વકરશે ટ્રાફિકની સમસ્યા
આ તમામ 9 બ્રિજ માત્ર વેસ્ટ ઝોનમાં જ બનાવવામાં આવશે. આ તમામ 9 બ્રિજનું નિર્માણ એકસાથે જ શરૂ કરવાનું છે. તેથી જે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટે આ બ્રિજ બનાવવામાં આવે છે, તે સમસ્યા બે વર્ષ માટે વધુ વકરશે.