Gujarat

રાજકોટમાં બે મહિલા ઈન્ફ્લુએન્સરે રેસકોર્સ ગાર્ડનમાં ફિનાઈલ ગટગટાવ્યું, ત્રાસ અને ધમકીનો આક્ષેપ

By GS TEAM
16 Dec 20252 mins read
TukuTouch Logo
રાજકોટના રેસકોર્સ ગાર્ડન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર તરીકે ઓળખાતી બે યુવતીઓએ ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને ફિનાઈલ પી લીધું હતું. સોશિયલ મીડિયા પરના વિવાદ અને અન્ય વ્યક્તિઓ દ્વારા અપાતી ધમકીઓથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. હાલમાં બંને યુવતીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં બે મહિલા ઈન્ફ્લુએન્સરે રેસકોર્સ ગાર્ડનમાં ફિનાઈલ ગટગટાવ્યું, ત્રાસ અને ધમકીનો આક્ષેપ

Rajkot Crime News: રાજકોટના રેસકોર્સ ગાર્ડન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર તરીકે ઓળખાતી બે યુવતીઓએ ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને ફિનાઈલ પી લીધું હતું. સોશિયલ મીડિયા પરના વિવાદ અને અન્ય વ્યક્તિઓ દ્વારા અપાતી ધમકીઓથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. હાલમાં બંને યુવતીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પોલીસ સૂત્રો અને પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના નાના મવા રોડ પર રહેતી પ્રિયા ઉર્ફે પીહુ મેહુલભાઈ ચૌહાણ (ઉ.વ. 33) અને મોરબીની રહેવાસી અનીશા અસલમશા સૈયદ (ઉ.વ. 39) નામની બે મહિલાઓએ રેસકોર્સ ગાર્ડન પાસે જઈને ફિનાઈલ પી લીધું હતું. આ પગલું ભરતા પહેલા તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક રીલ બનાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ રિદ્ધિ, સોનુ ઉર્ફે ગીડુ અને અન્ય લોકોના ત્રાસને કારણે આત્મહત્યાનો પ્રયાસ કરી રહી છે.

ત્રાસ અને ધમકીનો આક્ષેપ

ભોગ બનનાર યુવતીઓના જણાવ્યા મુજબ અનીશાની મિત્રતા અગાઉ રિદ્ધિ નામની યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન અને ટૂંકા વસ્ત્રો પહેરીને વિડીયો બનાવવા બાબતે વિવાદ થયો હતો. આરોપીઓ દ્વારા તેમને વિડીયો ડિલીટ કરી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને પરેશાન કરવામાં આવતી હતી. અગાઉ જ્યારે તેઓ મુંબઈ ફરવા ગયા હતા, ત્યારે પણ તેમને ત્યાં પરેશાન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં જ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.કે. ચાવડા સહિતનો સ્ટાફ ખાનગી હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે બંને યુવતીઓના નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે, પ્રાથમિક તબક્કે બંનેએ ફરિયાદ પછી નોંધાવવાનું પોલીસને જણાવ્યું હતું.