Get The App

રાજકોટવાસીઓ માટે કામના સમાચાર : PM આવાસ યોજનાના 183 આવાસ માટે કાલથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

Updated: Oct 16th, 2024

GS TEAM


Google News
Google News
રાજકોટવાસીઓ માટે કામના સમાચાર : PM આવાસ યોજનાના 183 આવાસ માટે કાલથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે 1 - image


Rajkot Municipal Corporation Housing : રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા અને ખાલી રહેલા MIG કેટેગરીના 50 આવાસો તથા EWS-2 કેટેગરીના 133 આવાસો માટે 17 ઑક્ટોબરથી 16 નવેમ્બર, 2024 સુધીમાં ફોર્મ ભરી શકશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. 



આવાસના ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવાસના મકાન માટે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

આ પણ વાંચો : કરોડો લોકોની જિંદગી રામ ભરોસે: ખાદ્ય સામગ્રીમાં ભેળસેળને લઈને વિપક્ષ આક્રમક

જેમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂ. 50 ભરવાના થશે. જ્યારે ડિપોઝિટ ભરપાઈ નિયમાનુસાર રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડિપોઝિટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ રહેશે.

Tags :