Gujarat

રાજકોટને હાઈકોર્ટની બેન્ચ અપાવવા આંદોલન કરશે બાર એસોસિયેશન, સૌરાષ્ટ્રના વકીલો હાથ મિલાવશે

By GS TEAM
23 Aug 20252 mins read
TukuTouch Logo
રાજકોટની હાઈકોર્ટ બેન્ચની સુવિધા 65 વર્ષ પહેલા અને ફૂલટાઈમ હાઈકોર્ટ 69 વર્ષ પહેલા પરત લઈ લેવાઈ છે જે પરત મેળવવા ઈ.1980ના દાયકામાં લાંબો સમય ઉગ્ર આંદોલન બાદ હવે સરકારો બદલાઈ છે, ત્યારે ફરી નવા જોશ સાથે આંદોલનનો આરંભ કરાયો છે જે અન્વયે હવે સૌરાષ્ટ્રભરના વકીલ મંડળો આ માટે હાથ મિલાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટને હાઈકોર્ટની બેન્ચ અપાવવા આંદોલન કરશે બાર એસોસિયેશન, સૌરાષ્ટ્રના વકીલો હાથ મિલાવશે
Image Twitter 

Rajkot: રાજકોટની હાઈકોર્ટ બેન્ચની સુવિધા 65 વર્ષ પહેલા અને ફૂલટાઈમ હાઈકોર્ટ 69 વર્ષ પહેલા પરત લઈ લેવાઈ છે, જે પરત મેળવવા ઈ.1980ના દાયકામાં લાંબો સમય ઉગ્ર આંદોલન બાદ હવે સરકારો બદલાઈ છે, ત્યારે ફરી નવા જોશ સાથે આંદોલનનો આરંભ કરાયો છે જે અન્વયે હવે સૌરાષ્ટ્રભરના વકીલ મંડળો આ માટે હાથ મિલાવશે. 

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક ક્રૂર હત્યા, મેઘાણીનગરમાં 8 લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો

સિનિયર ધારાશાસ્ત્રીઓ અને રાજકોટ બારની બેઠક

આજે યોજાયેલી સિનિયર ધારાશાસ્ત્રીઓ અને રાજકોટ બારની બેઠકમાં આંદોલન પરિણામ ન આવે ત્યાં સુધી જારી રાખવા નિર્ણય લેવાયો હતો અને આંદોલન સૌરાષ્ટ્રવ્યાપી કરવા રવિવાર તા. 24ના સવારે 10.30 વાગ્યે આંદોલનની રૃપરેખા નક્કી કરવા અને એક્શન કમિટિનું ગઠન કરવા રાજકોટની આત્મીય કોલેજ, કાલાવડ રોડ ખાતે સૌરાષ્ટ્રના વકીલ મંડળોની બેઠક યોજાઈ છે. જેમાં 80 વકીલ મંડળોના પ્રતિનિધિઓ હાજરી આપશે. 

આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ન્યાયની માગ સાથે ધરણાં, વેપારીઓનું બંધનું એલાન

હાઈકોર્ટ બેન્ચ શરુ કરવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ

ઉલ્લેખનીય છે કે, રાજકોટને હાઈકોર્ટ બેન્ચ તો સૌરાષ્ટ્રના લોકોને કેસ લડવા, મુદતે હાજરી આપવા 200 કિ.મી.સુધી અંતર ઓછુ કાપવું પડે જેનાથી સમયની બચત થવા સાથે રાજકોટ જામનગર રોડ પર અદ્યતન કોર્ટ બિલ્ડીંગમાં હાઈકોર્ટ બેન્ચ શરુ કરવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ છે તે અન્વયે આ માંગણી બુલંદ થઈ રહી છે. અગાઉ સિનિયર ધારાશાસ્ત્રી અનિલ દેસાઈ અને તાજેતરમાં ફરીવાર ભાજપના સાંસદ રામભાઈ મોકરીયાએ આ માટે સરકારમાં રજૂઆતો કરી છે અને આ આંદોલનને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો ટેકો આપી રહ્યા છે.