Gujarat

રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો

By GS TEAM
16 Aug 20251 min read
TukuTouch Logo
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ ઘટનામાં ચાર શખ્સો નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો

Rajkot janmashtami News : જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ ઘટનામાં ચાર શખ્સો નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ ઘટના રાજકોટના ગોંડલ રોડ પર બની હતી, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. અચાનક કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ મારામારીને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ 39 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરે છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 40મી શોભાયાત્રા યોજાઈ હતી. આ વર્ષે 22 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં 80થી વધુ અલગ-અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. મુખ્ય રથમાં 'ઓપરેશન સિંદૂર'ના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રાનું આયોજન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમ છતાં આ ઘટના બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મામલો શાંત પાડ્યો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.