રાજસ્થાન પોલીસે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની કરી અટકાયત, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી
Rajsthan Police On Thakarshi Rabari : રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના સાંસદ ગેનીબહેનના અંગત ગણાતા ઠાકરશી રબારીને થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી રાજસ્થાન પોલીસે અટકાય કરી હતી.
આ પણ વાંચો: અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય
મળતી માહિતી મુજબ, ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન ઠાકરશી રબારીને એનડીપીએસના ગુનામાં રાજસ્થાન પોલીસે અટકાયત કરી હતી. રાજસ્થાનની પિંડવાડા પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં ઠાકરશીની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.