Gujarat

વડોદરામાં વરસાદી માહોલ : આજવા સરોવરની સપાટી 211.05 ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી 6.79 ફૂટે પહોંચી

By GS TEAM
28 Aug 20251 min read
TukuTouch Logo
શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર નામ પૂરતો 10 મીમી વરસાદ નોંધાયો છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વરસાદી માહોલ : આજવા સરોવરની સપાટી 211.05 ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી 6.79 ફૂટે પહોંચી

Vadodara Rain Update : વરસાદની મોસમ વિવિધ રાજ્યોમાં પુર બહારમાં ખીલી છે ત્યારે મેઘો મન મૂકીને વડોદરામાં હજી સુધી વરસીયો નથી. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અવારનવાર ઝરમર વરસાદ આજની પુરાવતો હોવા છતાં પણ વાતાવરણમાં ઉકલાટ અને બફારો ઓછો થતો નથી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર નામનો જ અડધા ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. 

છેલ્લા ત્રણેક દિવસથી અવારનવાર ઝરમર વરસાદથી રોડ રસ્તા ભીના થાય છે. ચોમાસાની આ સિઝન દરમિયાન હજી સુધી મેઘો મન મૂકીને શહેરમાં વરસ્યો નથી. પરિણામે વાતાવરણમાંથી ઉકલાટ અને બફારો ઓછો થવાનું નામ લેતો નથી. 

શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર નામ પૂરતો 10 મીમી વરસાદ નોંધાયો છે ત્યારે શહેરની પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી 211.05 ફૂટ રહી હતી અને વિશ્વામિત્રી નદીની સપાટી 6.79 ફૂટ રહી હતી.