Gujarat

સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ , નિકોલમાં સવા,વટવામાં એક ઈંચ, સરેરાશ ૧૬ મિ.મી.વરસાદ પડયો

By GS TEAM
18 Jun 20252 mins read
સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ , નિકોલમાં સવા,વટવામાં એક ઈંચ, સરેરાશ ૧૬ મિ.મી.વરસાદ પડયો

  અમદાવાદ,મંગળવાર,17 જુન,2025

અમદાવાદમાં મંગળવારે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ દિવસ દરમિયાન જોવા મળ્યુ હતુ.સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં નિકોલ અને રામોલમાં સવા ઈંચ જયારે  વટવા અને સરખેજ વિસ્તારમાં સૌથી વધુ એક ઈંચ વરસાદ થયો હતો. મેમ્કોમાં ૨૦ અને વાસણા વિસ્તારમાં ૧૬ મિલીમીટરથી વધુ વરસાદ પડયો હતો. સરેરાશ ૧૬.૫૮ મિલીમીટર વરસાદ સાથે મોસમનો ૭.૪૭ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.

મંગળવાર સવારથી જ વાદળ આચ્છાદીત આકાશમાંથી થોડા થોડા સમયાંતરે શહેરના અનેક વિસ્તારમાં સતત હળવો વરસાદ વરસવાનુ ચાલુ રહયુ હતુ. પાલડી, ઉસ્માનપુરા ઉપરાંત વાડજ, બોડકદેવ,ગોતા,સાયન્સ સીટી વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. મણિનગર અને વટવા ઉપરાંત મેમ્કો,નરોડા,કોતરપુર સહિતના વિસ્તારમાં રાત સુધીમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડયો હતો.પૂર્વમાં આવેલા નિકોલ અને રામોલમાં અનુક્રમે ૩૧ મિલીમીટર જેટલો વરસાદ રાત સુધીમાં વરસી પડતા અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.મંગળવારે સવારના સમયે સ્ટેડિયમથી ઈન્કમ ટેકસ ક્રોસ રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયુ હતુ.વાસણા બેરેજ ખાતે નદીનુ લેવલ ૧૩૩.૨૫ ફુટ નોંધાતા બેરેજનો ગેટ નંબર-૨૮ છ ઈંચ ખોલવામાં આવ્યો હતો.સામાન્ય એવા અડધા ઈંચ વરસાદમાં પણ કોર્પોરેશનની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

શહેરમાં કયાં-કેટલો વરસાદ

        મંગળવાર રાત્રિના નવ કલાક સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલ વરસાદની વિગત આ મુજબ છે.

વિસ્તાર         વરસાદ(મિ.મી.)

ચકુડીયા        ૨૦

ઓઢવ          ૧૬

વિરાટનગર     ૧૮

નિકોલ          ૩૧

રામોલ         ૩૨

કઠવાડા        ૨૩

પાલડી         ૧૪

ઉસ્માનપુરા     ૧૦

ચાંદખેડા        ૦૮

વાસણા         ૧૭

રાણીપ         ૧૦

બોડકદેવ       ૧૪

સાયન્સસીટી    ૧૪

ગોતા           ૧૨

ચાંદલોડીયા    ૧૧

સરખેજ         ૨૫

જોધપુર        ૧૭

બોપલ          ૧૪

દાણાપીઠ       ૧૭

દુધેશ્વર         ૧૧

મેમ્કો           ૨૧

નરોડા          ૧૭

કોતરપુર       ૧૬

મણિનગર      ૧૮

વટવા          ૨૪

સરેરાશ         ૧૬.૫૮