હાટકેશ્વર વોર્ડમાં દસ કલાક વરસાદી પાણી રહયા, અમદાવાદમાં ૭૪ સ્થળે વરસાદી પાણી ભરાતા શહેરીજનોને પારાવાર હાલાકી
અમદાવાદ,ગુરુવાર,26
જુન,2025
અમદાવાદમાં બુધવારે મોડી સાંજે હાલાકીનો વરસાદ પડયો હતો.
ખાસ કરીને હાટકેશ્વર વોર્ડમાં વરસાદ બંધ થયા પછી પણ દસ કલાક સુધી વરસાદી પાણી રહયા
હતા. સી.ટી.એમ. એકસપ્રેસ હાઈવે સામે આવેલી રાજેશ પાર્ક સોસાયટીમાં લોકોના ઘરોમાં
વરસાદી પાણી ફરી વળતા રહીશોએ આખી રાત જાગતા રહેવાની ફરજ પડી હતી. ગુરુવાર સવાર સુધી
પણ લોકોના ઘરોમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરી શકયા નહતા. બુધવારે કુલ ૭૪ સ્થળોએ
વરસાદી પાણી ભરાયા હતા.
સી.ટી.એમ.એકસપ્રેસ હાઈવે સામેની સોસાયટીમાં ગુરુવાર સવાર સુધી
લોકોના ઘરોમાં પાણી ઓસરી શકયા નહતા
બુધવારે સી.ટી.એમ. એકસપ્રેસ હાઈવે ઉપર આવેલ ઉદગમ વિદ્યાલય, અર્ચના વિદ્યાલય
અને ધ મધર અંગ્રેજી સ્કૂલના સંકુલમાં વહેલી સવારે વરસાદી પાણી ઓસર્યા નહી હોવાથી
શાળા સંચાલકોને શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ફરજ પડી હતી.હાટકેશ્વર સર્કલ અને
આસપાસના વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન
થવા પામ્યુ હતુ.લોકોએ આખી રાત તેમના ઘરમાં પાણી વચ્ચે પસાર કરવાની ફરજ પડી
હતી.નારણપુરા વિસ્તારમાં ગુરુવારે સવારે પોસ્ટ ઓફિસ પાસે મોટુ લીમડાનુ વૃક્ષ
ધરાશાયી થતા બંને તરફના રોડ બ્લોક થઈ જતા વાહન ચાલકો અને સવારના સમયે સ્કૂલે જતા
બાળકો પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા.ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા રસ્તો ખુલ્લો કરાવવામા
આવ્યો હતો.વટવા સ્મશાન પાસે મુખ્ય રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયુ હતુ.ફાયર વિભાગ
દ્વારા વૃક્ષ કાપી રસ્તો ખુલ્લો કરાયો હતો.ભાઈપુરા વિસ્તારની ભગવાનદાસની ચાલીમા એક
મકાન પડયુ હતુ.જેમાં કોઈ જાનહાની તઈ નહતી.બુધવારે સાંજે પડેલા ભારે વરસાદને કારણે
કાંકરિયા વિસ્તારમાં આવેલા ફુટબોલ ગ્રાઉન્ડમાં એક ગાડી કીચડમાં ફસાઈ હતી.જેને
જે.સી.બી.ની મદદથી બહાર કાઢવામાં આવી હતી.સી.ટી.એમ.કેનાલમાં એક ઈકો ગાડી પડી
હતી.જેને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. શહેરમાં પાંચ સ્થળે વૃક્ષ ધરાશાયી
થવા ઉપરાંત ત્રણ જગ્યાએ ભુવા પડવાની ઘટના બની હતી.
બે કલાકથી વધુ સમય પાણી રહેલા મુખ્ય સ્થળ
બુધવારે મોડી સાંજે શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે ૭૪
સ્થળે વરસાદી પાણી ભરાયા હતા. આ પૈકી મુખ્ય સ્થળ આ મુજબ છે.
વિસ્તાર સ્થળ
અસારવા ચમનપુરા
સર્કલ
દરિયાપુર પ્રેમ
દરવાજા રોડ
ખાડીયા રેવડી બજાર
ખાડીયા ન્યુકલોથ
માર્કેટ
જમાલપુર ગીતામંદિર
રોડ
વસ્ત્રાલ ન્યુ
આર.ટી.ઓ.મેઈન રોડ
વસ્ત્રાલ આદીનાથનગર
નિકોલ મનોહરવીલા
ઈન્ડિયાકોલોની ત્રિકમલાલ
ચાર રસ્તા
સરસપુર ગોદાણી
સર્કલ
સરસપુર એવરેસ્ટ
ચાર રસ્તા
કુબેરનગર કુબેરનગર
ગરનાળુ
મણિનગર વલ્લભવાડી
મણિનગર મિલ્લતનગર
ચાર રસ્તા
ખોખરા હાટકેશ્વર ચાર રસ્તા
ઈસનપુર મોની
હોટલથી નારોલ સર્કલ
દાણીલીમડા એકતાનગર
લાંભા નારોલ
ગામ
જોધપુર અને નારણપુરામાં ભુવા પડયા
બુધવારે સાંજે પડેલા વરસાદના કારણે જોધપુર વોર્ડમાં આવેલ
હીલટોન રેસીડેન્સી ઉપરાંત નારણપુરા વોર્ડમાં એચ.ડી.એફ.સી.બેન્ક તથા શંકર સોસાયટી
પાસે ભુવા પડતા કોર્પોરેશને બેરીકેડીંગ કરી સમારકામની કામગીરી શરુ કરી હતી.