વડોદરાના ઇન્ટરનેશનલ કોટંબી સ્ટેડિયમમાં વરસાદી પાણીનો ભરાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : બીસીએ દ્વારા કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગની શરૂઆત કરાઈ છે. તેવામાં ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા સ્ટેડિયમની સુવિધાઓને લઇ કરાયેલા મોટા દાવા પોકળ સાબીત થતા જોવા મળી રહ્યાં છે.
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા 15 થી 29 જૂન દરમિયાન કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. રૂ.215 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ કોટંબી સ્ટેડિયમમાં પણ પાણી ભરાતા નબળી ડ્રેઇન સિસ્ટમની પોલ ખુલી છે. આજે 18 જૂન બપોરે 2:45 કલાકે અમી સુપર એવેંજર્સ અને એલેમ્બિક વોરિયર્સ તથા સાંજે 6:45 કલાકે પૃથ્વી પેંથર્સ અને એ-4 પાવર સ્ટ્રાઈકર્સ વચ્ચે મેચો યોજાવવાની છે. પરંતુ સ્ટેડિયમના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા હોય મેચ રદ કરવી કે નહિ તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા ભારત અને ન્યૂઝીલેન્ડ મેન્સ ટીમો વચ્ચે 11 જાન્યુઆરી 2026ના રોજ એક વન ડે ઇન્ટરનેશનલ મેચ કોટંબી સ્ટેડિયમમાં રમાડવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આવા દ્રશ્યો ઇન્ટરનેશનલ મેચોના આયોજન સામે સવાલો ઉભા કરે છે.








