લખતરના અણીયાળી ગામને જોડતા મુખ્ય કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા હાલાકી
- વિદ્યાર્થીઓ અને મહિલાઓને ટ્રેકટરની મદદથી કોઝવે પાર કરાવવાનો વારો આવ્યો
સુરેન્દ્રનગર : લખતર તાલુકામાં પડેલ ભારે વરસાદને પગલે શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે લખતરના અણીયાળી ગામને જોડતા મુખ્ય કોઝવે પર વરસાદી પાણી ફરીવળતા વાહનચાલકો સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને તાત્કાલીક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આ અંગે મળતી માહિતી મુજબ લખતર તાલુકાના અણીયાળી ગામને જોડતા મુખ્ય કોઝવે પર ભારે વરસાદને પગલે પાણી ફરી વળતાં ગ્રામજનો સહિત લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓને ટ્રેકટરોની મદદથી કોઝવે પર પાણી ભરેલા કોઝવે પસાર કરાવી સલામત રીતે ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. દર ચોમાસામાં આ કોઝવે પર વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને કોઝવેને બદલે પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.