વૈશાખમાં અષાઢ જેવી સ્થિતિ : વડોદરામાં વહેલી સવારથી અવિરત વરસાદ ચાલુ
Vadodara Rain :વડોદરા શહેરના વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ આજે વહેલી સવારથી અવિરત વરસાદ ચાલુ થઈ ગયો હતો. સતત વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારના તાપમાન અચાનક ગગડીને 26 ડિગ્રી સુધી થઈ ગયું હતું. જ્યારે 11 વાગ્યા સુધી શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વૈશાખમાં અષાઢ જેવી સ્થિતિના પગલે સવારના નોકરી ધંધા માટે જતા લોકો વરસાદના કારણે અટવાઈ ગયા હતા.