Gujarat

ગુજરાતમાં 10 કલાકમાં 92 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના વાપીમાં 6.81 ઈંચ વરસાદ ખાબક્યો

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે ગુરુવારે (19 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 92 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 6.81 ઈંચ અને પારડીમાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 29થી વધુ જિલ્લામાં 1 થી 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 10 કલાકમાં 92 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના વાપીમાં 6.81 ઈંચ વરસાદ ખાબક્યો

Rain In Gujarat : રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે ગુરુવારે (19 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 92 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 6.81 ઈંચ અને પારડીમાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 29થી વધુ જિલ્લામાં 1 થી 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

10 કલાકમાં 92 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે (19 જૂન) સાંજે 4 વાગ્યા સુધીમાં 92 તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડના કપરાડામાં 4.49 ઈંચ, ધરમપુરમાં 4.25 ઈંચ, ઉમરગામમાં 3.9 ઈંચ, નવસારીના ખેરગામમાં 3.86 ઈંચ, ભરૂચના હાંસોટમાં 3.58 ઈંચ, સુરતના ઓલપાડમાં 3.5 ઈંચ, ડાંગના વધઈમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 63 થી વધુ તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ઍલર્ટ

જુઓ કયા-કેટલો વરસાદ નોંધાયો