Get The App

ગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો 1 - image


Rainfall Gujarat : ગુજરાતમાં આગામી 24 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, હવામાન વિભાગે આજે રવિવારે (20 જુલાઈ) સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ જાહેર કર્યું છે, ત્યારે આજે 98 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળ 3.54 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો. 

3 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે રવિવારે સાંજે 4 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે સાંજે 7 વાગ્યા સુધીમાં કચ્છ, જામનગર અને રાજકોટ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

ગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો 2 - image

આજે 98 તાલુકામાં વરસાદ 

રાજ્યમાં આજે (20 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જોડિયામાં 2.8 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.38 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 1.26 ઇંચ, જૂનાગઢ અને જૂનાગઢ સિટીમાં 1.22-1.22 ઇંચ, જામનગરના જામજોધપુર, મોરબીના ટંકારા અને જૂનાગઢના વંથલીમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો: ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથા: ગુજરાતમાં દાયકાઓથી ચાલતા દમનનો અંત લાવવા મહાસંગ્રામ

જ્યારે જૂનાગઢના મેંદરડા, પાટણના સરસ્વતી, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, ગીર સોમનાથ પાટણ-વેરાવળ, જામનગરના ધ્રોલ, જૂનાગઢના માણાવદર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢના માળિયા હાટીના, રાજકોટના જામકંડોરાણા સહિતના 79 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે. 

જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ

ગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો 3 - imageગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો 4 - image

Tags :