ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નર્મદાના સાગબારામાં ખાબક્યો 5 ઇંચ વરસાદ
Gujarat Rainfall : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે આજે બુધવારે (25 જૂન) રાજ્યના 84 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 5.04 ઇંચ અને વડોદરાના પાદરામાં બે કલાકમાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે. 59 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.
8 કલાકમાં 84 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે બુધવારે સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 4.8 ઇંચ, તાપીના કુકરમુંડામાં 4.29 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામાં 4.21 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 3.83 ઇંચ, તાપીના વ્યારામાં 3.5 ઇંચ, ડાંગના વઘઈમાં 2.56 ઇંચ, વડોદરાના પાદરા અને દાહોદના ફતેપુરામાં 2.36-2.36 ઇંચ, સુરતના કામરેજમાં 2.2 ઇંચ, નવસારીના વાંસદા અને મહીસાગરના સંતરામપુરમાં 2.09-2.09 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 71 જેટલા તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
જુઓ ક્યાં કેટલો વરસાદ ખાબક્યો