ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો
Rainfall In Gujarat : સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આ દરમિયાન આજે શનિવારે (23 ઓગસ્ટ) 189 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 140 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો.
189 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (23 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના ભેંસણમાં 3.66 ઇંચ, વલસાડના પારડીમાં 3.54 ઇંચ, તાપીના વ્યારામાં 3.19 ઇંચ, સોનગઢમાં 2.87 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.6 ઇંચ, અમરેલીના કુંકાવાવ વડિયા, જૂનાગઢ સિટીમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે જૂનાગઢના વંથલી, તાપીના વલોદ, ડોલવણ, સુરતના બારડોલી, મહુવા, પલસાણા, ડાંગના સુબિર, સુરતના ઉમરપાડા, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, નર્મદાના ગરૂડેશ્વર, વલસાડ, મોરબીના ટંકારા, અમરેલી સહિતના વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15 થી વધુ જિલ્લામાં એલર્ટ
જુઓ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો