રાજ્યના 170 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માળીયા હાટીનામાં 5.31 ઈંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rainfall Data : રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું વધુ જોર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે (26 જૂન) રાજ્યના 170 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માળીયા હાટીનામાં 5.31 ઈંચ વરસાદ નોંધાયો છે.
8 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે ગુરુવારે (26 જૂન) રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.

170 તાલુકામાં વરસાદ ખાબક્યો
હવામાન વિભાગના આજે આજે (26 જૂન) સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં કુલ 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના મહુવામાં 4.76 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.65 ઈંચ, નવસારીના ખેરગામમાં 4.25 ઈંચ, ગીર સોમનાથના તલાલા અને નવસારીના ચીખલીમાં 4-4 ઈંચ, સુરતના બારડોલીમાં 3.46 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 3.23 ઈંચ, સુરતના કામરેજ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3.19-3.19 ઈંચ, જૂનાગઢના માંગરોળ, વલસાડના પારડી અને તાપીના ડોલવણમાં 3-3 ઈંચ ખાબક્યો છે.
જ્યારે મોરબીના ટંકારામાં 4 કલાકમાં 2.56 ઈંચ પડ્યો છે. રાજ્યના 44 જિલ્લામાં 1 થી 3 ઈંચ અને અન્ય 113 તાલુકામાં 1 ઈંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો











