Get The App

ગુજરાતના 157 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના 157 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 1 - image


Rain In Gujarat : ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 111 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 136 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે ચોમાસાની વિદાય સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે (28 સપ્ટેમ્બર) 157 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

છેલ્લા 12 કલાકમાં 157 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે રવિવારે (28 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 157 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 4.17 ઇંચ વરસાદ ખાબક્યો છે.

46 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

નર્મદાના દેડીયાપાડામાં 3.98 ઇંચ, સુરતના ઉમરપાડા અને વલસાડાના કપરાડા અને ઉમરગામમાં 3-3 ઇંચ, ભરૂચના ઝઘડિયા અને ભરૂચમાં અનુક્રમે 2.87 અને 2.83 ઇંચ, દાહોદના દેવગઢ બારિયા, ડાંગના સુબિર, સુરતના માંગ્રોલ, કામરેજ તાલુકામાં 2-2 ઇંચ વરસાદ થયો છે. જ્યારે 46 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

જુઓ ક્યાં-કેટલો વરસાદ

ગુજરાતના 157 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 2 - imageગુજરાતના 157 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 3 - imageગુજરાતના 157 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 4 - imageગુજરાતના 157 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 5 - image

Tags :