ગુજરાતમાં 137 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બોરસદમાં 3.90 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ
Rain In Gujarat: રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 12 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે (7 જુલાઈ) રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 3.90 ઇંચ અને પંચમહાલના ગોધરામાં 3.62 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો.
137 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે સોમવારે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છના ગાંધીધામમાં 2.28 ઇંચ, ભચાઉમાં 1.89 ઇંચ, માંડવીમાં 1.85 ઇંચ, ભાવનગરના સિહોર અને દેવભૂમિ દ્વારકામાં 1.73-1.73 ઇંચ, કચ્છના અંજારમાં 1.34 ઇંચ, વડોદરાના સાવલીમાં 1.26 ઇંચ, આણંદમાં 1.22 ઇંચ, ખેડાના નડિયાદમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 126 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ
હવામાન વિભાગે આગામી 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 8 થી 11 જુલાઈ સુધી ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અને 12 જુલાઈએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો