Get The App

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, આજે આ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, આજે આ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ 1 - image


Gujarat Rainfall: રાજ્યમાં આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધ્યો છે. સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેડિયાપાડામાં 2.68 ઇંચ, કપરાડામાં 2.40 ઇંચ, ઉમરપાડામાં 2.24 ઇંચ, ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ, જાંબુઘોડામાં 1.77 ઇંચ, વઘઈમાં 1.77 ઇંચ અને વાલિયામાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, આજે આ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ 2 - image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, આજે આ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ 3 - image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, આજે આ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ 4 - image

આજે ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (15મી જુલાઈ) ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.  જ્યારે અન્ય જિલ્લાઓએ યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, આજે આ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ 5 - image

જ્યારે આગામી 16મીથી 18મી જુલાઈ સુધી રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદ થવાની શક્યતા છે.

Tags :