Get The App

ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો

Updated: Jul 21st, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 1 - image


Rainfall in Gujarat : રાજ્યમાં આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આજે સોમવારે (21 જુલાઈ) 100 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 3.98 ઇંચ વરસાદ ખાબક્યો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો છે. 

100 તાલુકામાં મેઘમહેર

રાજ્યમાં આજે (21 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગર તળાજામાં 2.76 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 2.68 ઇંચ, વડોદરાના સિનોરમાં 1.42 ઇંચ, મહીસાગરના બોલાસિનોરમાં 1.30 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.22 ઇંચ, બોટાદના બરવાળામાં 1.14 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

જ્યારે અમરેલીના સાવરકુંડલા, ભરુચના ઝઘડિયા, ગાંધીનગરના માણસા, વલસાડના ઉમરગામ, ભરુચ, હિંમતનગર, દહેગામ, અમદાવાદ સહિતના 92 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ

જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો

ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 2 - imageગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 3 - image

Tags :