Gujarat

સુરત: સમુદ્રમાં આવેલા ડિપ્રેશનથી વરસતો વરસાદ લગ્ન આયોજકો માટે બન્યો વિલન

By GS TEAM
2 Nov 20252 mins read
TukuTouch Logo
દેવ ઉઠી અગિયારસ સાથે શુભ કામની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ લગ્ન સિઝનની પણ તૈયારી થઈ ગઈ છે. પરંતુ સમુદ્રમાં આવેલા ડિપ્રેશનના કારણે પાર્ટી પ્લોટ અને ખુલ્લામાં કરેલા લગ્નના આયોજકો ડિપ્રેશનમાં મુકાઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. એક તરફ શહેરમાં અનેક લગ્ન અને સત્કાર સમારોહ પાર્ટી પ્લોટમાં આયોજન થયું છે ત્યારે બીજી તરફ સમુદ્રની ડિપ્રેશનના કારણે ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: સમુદ્રમાં આવેલા ડિપ્રેશનથી વરસતો વરસાદ લગ્ન આયોજકો માટે બન્યો વિલન

દેવ ઉઠી અગિયારસ સાથે શુભ કામની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ લગ્ન સિઝનની પણ તૈયારી થઈ ગઈ છે. પરંતુ સમુદ્રમાં આવેલા ડિપ્રેશનના કારણે  પાર્ટી પ્લોટ અને ખુલ્લામાં કરેલા લગ્નના આયોજકો ડિપ્રેશનમાં મુકાઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. એક તરફ શહેરમાં અનેક લગ્ન અને સત્કાર સમારોહ પાર્ટી પ્લોટમાં આયોજન થયું છે ત્યારે બીજી તરફ સમુદ્રની ડિપ્રેશનના કારણે ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે પાર્ટી પ્લોટ ખુલ્લામાં લગ્ન કે સત્કાર સમારંભ નું આયોજન ખતરામાં પડ્યું છે. લગ્નના આયોજન સાથે પાર્ટી પ્લોટ માલિકી ની ચિંતા વધી, અન્ય વિકલ્પ શોધવા માટે દોડાદોડી કરતા નજરે પડી રહ્યા છે. 

દેવ ઉઠી અગિયારસ સાથે શહેરમાં લગ્ન સિઝન શરુ થઈ ગઈ છે અને આગોતરા આયોજન પ્રમાણે અનેક જગ્યાએ ખુલ્લા પ્લોટ અને પાર્ટી પ્લોટ સહિત રહેણાંક સોસાયટીમાં લગ્ન કે સત્કાર સમારોહ નું આયોજન કરી દેવામા આવ્યું છે. પરંતુ આ આયોજન પર કમોસમી વરસાદ પાણી ફેરવી રહ્યો છે. સુરતમાં લગ્ન કે રિસેપ્શન માટે પાર્ટી પ્લોટ ની ડિમાન્ડ વધુ હોવાથી છ થી આઠ મહિના પહેલા બુકિંગ કરી દેવામા આવે છે. 

અગાઉથી કરેલા બુકિંગના કારણે આજે શહેરના અનેક પાર્ટી પ્લોટ, રહેણાંક સોસાયટી કે ખુલ્લા પ્લોટમાં લગ્ન- રિસેપ્શન શરુ થઈ ગયા છે પરંતુ કમોસમી વરસાદ યજમાન અને મહેમાન માટે આફત બની ગયો છે.   અગિયારસ બાદ પરંપરાગત રીતે લગ્ન સિઝનની શરૂઆત થઈ ગઈ પરંતુ અણધાર્યો વરસાદે લગ્નના આયોજન કરનારા માટે મુશ્કેલી ઊભી કરી છે.

સતત વરસાદથી પાર્ટી પ્લોટ અને ખુલ્લા પ્લોટમાં કાદવ થઈ ગયો છે તેથી  શહેરમાં અનેક જગ્યાએ પાર્ટી પ્લોટ અને ખુલ્લામાં લગ્ન-સત્કાર સમારોહ નું આયોજન કરનારા આયોજકો હવે નવા વિકલ્પ શોધવા દોડાદોડી કરી રહ્યા છે. કેટલાક લોકોએ વરસાદની શક્યતા જોતા ટેન્ટ અથવા ઇન્ડોર હોલ બુક કરવાની વ્યવસ્થા કરવ માટે મથામણ કરી રહ્યાં છે. 

હજી પણ શહેરમાં વરસાદની આગાહી થઈ રહી છે જેના કારણે નવ દંપતી- વાલીઓ સાથે  કેટરર્સ અને ડેકોરેટર્સ સુધી બધાની ચિંતા વધી ગઈ છે. વરસાદના કારણે લગ્નના કાર્યક્રમો મુશ્કેલીમાં મુકાયા છે. આ કમોસમી  વરસાદે આ આનંદમય સીઝનમાં વિક્ષેપ ઉભો કર્યો છે. લગ્નના આયોજન થી લઈને ડેકોરેશન, કેટરિંગ અને સાઉન્ડ લાઈટિંગ જેવા ઉદ્યોગોમાં સંકળાયેલા માટે પણ જોખમ ઊભું થયું છે. આવી સ્થિતિમાં  આયોજકો અન્ય વિકલ્પ તરીકે મેરેજ હોલ, કૉમ્યુનિટી હોલ અથવા ક્લબ હાઉસ જેવી જગ્યા શોધી રહ્યા છે. ઘણી જગ્યાએ વરસાદ ના ખતરાને ધ્યાનમાં રાખીને ટેન્ટ વાળા કવરિંગને વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.