Get The App

વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા 1 - image

Gujarat Weather : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં LCS3 અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે DC-1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે શુક્રવારે (24 ઑક્ટોબર) વલસાડમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. તેવામાં દરિયો તોફાની બને તેવી શક્યતા છે. ભારે પવન સાથે વરસાદની સંભાવનાને લઈને કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

વાપી પંથકમાં હળવો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડના વાતાવરણમાં પલટો આવતા વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં નેશનલ હાઇવે, સેલવાસ રોડ સહિત વાપી પંથકમાં હળવો વરસાદ થયો.

કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ

પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધવાની શક્યતા છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેવામાં કચ્છના કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ

હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં આગામી 25 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં 40-50 કિ.મી./કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દરિયો તોફાની બને તેવી શક્યતા છે.