દક્ષિણ ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, વાપીમાં વીજળી પડતા 2ના મોત, વૃક્ષો-વીજપોલ ધરાશાયી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Rain : રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે આજે ગુરુવારે (16 ઓક્ટોબર) વલસાડ, વાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં વીજળી પડતા 2 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ વૃક્ષો અને વીજપોલી ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.
વાપીમાં વીજળી પડતા 2ના મોત
દક્ષિણ ગુજરાતના વાપી તાલુકાના કરમખલ ગામે આકાશી વીજળી પડતા બે મહિલાઓના મોત થયા છે. કરમખલ ગામના ખાડી ફળિયા પાસે લાકડા લેવા ગયેલી ત્રણ મહિલાઓ પર વીજળી પડી હતી. જેમાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે.

વલસાડ જિલ્લામાં આજે (16 ઓક્ટોબર) ધરમપુર, વાંકલ, ઓજર, નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પવન અને વરસાદી માહોલ વચ્ચે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ધરાશાયી થયેલા વૃક્ષ વીજળીના તાર પર પડતા વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ વરસાદ
દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં આજે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારા સહિત આસપાસના સ્થળોએ પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાની થઈ હોવાની ભીતી સેવાઈ છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.








