Gujarat

ઉપરવાસમાં વરસાદથી આજવા સરોવરની સપાટીમાં વધારો

By GS TEAM
21 Jun 20251 min read
ઉપરવાસમાં વરસાદથી આજવા સરોવરની  સપાટીમાં વધારો

વડોદરા,વડોદરાને પીવાનું પાણી પૂરૃં પાડતા ઐતિહાસિક આજવા સરોવરમાં નવા નીરની આવક શરૃ થઇ છે. અઠવાડિયા પહેલા આજવાનું લેવલ ૨૦૫.૮૫ ફૂટ હતું, જે હાલ વધીને ૨૦૬.૬૭ ફૂટ થયું છે.

છેલ્લા બેત્રણ દિવસથી આજવા અને ઉપરવાસમાં વરસાદથી આશરે પોણો ફૂટ નવું પાણી આવ્યું છે. આજવામાં ૧૦૫ મિમી, હાલોલમાં ૧૦૦ મિમી, ધનસરવાવમાં ૮૦ મિમી અને પ્રતાપપુરામાં ૧૦૦ મિમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગઇરાતે પણ આજવા વિસ્તારમાં વરસાદ થયો હતો. આસોજ ફિડર અને પ્રતાપપુરા સરોવરનું લેવલ ઝીરો છે. પ્રથમ વરસાદમાં રગડા અને ઝાડની ડાળખીઓ સાથેનું જે પાણી આવ્યું હતું, તેનો નદીમાં નિકાલ કર્યો છે. હાલ સરોવર ઉપર વરસાદ પડે છે તેના લીધે સપાટીમાં વધારો નોંધાયો છે. આજે સાંજે આજવા અને ઉપરવાસમાં ઝરમરિયો વરસાદ ચાલુ હતું.