Gujarat

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, ગુજરાતમાં 30 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી

By GS TEAM
26 Jul 20252 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે, ત્યારે રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે. આજે 27 થી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદનું યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું. તેવામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, ગુજરાતમાં 30 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી

Rain In Ahmedabad : બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે, ત્યારે રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે. આજે 27 થી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદનું યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું. તેવામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો. 

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

આજે શનિવારે (26 જુલાઈ) અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. જેમાં આશ્રમ રોડ, મકરબા, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

27 જિલ્લામાં અતિભારે વરસાદનું ઍલર્ટ 

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (26 જુલાઈ) છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ અને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરુચ, સુરત જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, 30 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આવતીકાલે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે, ત્યારે આવતીકાલે રવિવારે (27 જુલાઈ) હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ ઍલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.