Get The App

થોડા દિવસના વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાનું ફરી આગમન, અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, વાહનચાલકોને પરેશાન

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
થોડા દિવસના વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાનું ફરી આગમન, અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, વાહનચાલકોને પરેશાન 1 - image


Rain In Ahmedabad : રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી પાછા ફરી રહ્યા છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. બે સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસશે. હવામાન વિભાગે આગામી 6 દિવસ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે શુક્રવારે અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ થતાં અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને પરેશાન ભોગવી પડી હતી. જ્યારે કેટલીક જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. 

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

આજે 11 જુલાઈએ સાંજ પછી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં એસ.જી. હાઈવે, થલતેજ, સેટેલાઇટ, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, કાલુપુર, શાહપુર, નરોડા, ઈનકમ ટેક્ષ ચાર રસ્તા, શિલજ, બોપલ, આંબલી, ઈસકોન, પકવાન, ગોતા, બોડકદેવ, રિવરફ્રન્ટ, નારણપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, આનંદનગર, સોલા, હાઈકોર્ટ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.

બીજી તરફ શહેરમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં કેટલાક લોકોના વાહનો ખોટકાતા ધક્કા મારી લઈને જતા જોવા મળ્યા. જ્યારે એસ.જી. હાઈવે સહિતના રસ્તાઓ પર વાહનોની ભારે લાઈન જોવા મળી. 

આ પણ વાંચો: 12 થી 17 જુલાઈ સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા ત્રાટકશે મેઘરાજા

17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, 12-13 જુલાઈના રોજ નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 14-15 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત 11થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 16-17 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

Tags :