Gujarat

ગુજરાતમાં આજે 160 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ કડીમાં 3.58 ઈંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો

By GS TEAM
29 Jun 20251 min read
TukuTouch Logo
રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે આજે (29 જૂન) રાજ્યના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.58 ઈંચ અને અમદાવાદના વિરમગામમાં 3.31 ઈંચ પડ્યો છે. ચાલો જાણીએ આજે ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આજે 160 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ કડીમાં 3.58 ઈંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો

Gujarat Rainfall : રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે આજે (29 જૂન) રાજ્યના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.58 ઈંચ અને અમદાવાદના વિરમગામમાં 3.31 ઈંચ પડ્યો છે. ચાલો જાણીએ આજે ક્યાં-કેટલો વરસાદ નોંધાયો. 

160 તાલુકામાં વરસાદ 

રાજ્યમાં આજે (29 જૂન) સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગાંધીનગરના કલોલમાં 2.05 ઈંચ, સુરતના ઉમરપાડામાં 1.93 ઈંચ, અમદાવાદના દેત્રોજ-રામપુરામાં 1.85 ઈંચ, વડોદરાના સાલવીમાં 1.61 ઈંચ, આણંદના પેટલાદમાં 1.34 ઈંચ, અમદાવાદના બાવળામાં 1.22 ઈંચ, તાપીના વ્યારામાં 1.22 ઈંચ અને સોનગઢમાં 1.14 ઈંચ, નવસારીના ખેરગામમાં 1.1 ઈંચ, ગાંધીનગરના માણસામાં 1.06 ઈંચ, આણંદ, તાપીના કુકરમુંડા, સુરતના માંગરોળ, નવસારીમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 144 તાલુકામાં 1 ઈંચની અંદરમાં વરસાદ નોંધાયો છે. 

આવતીકાલે 13 જિલ્લામાં યલો ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે સોમવારે (30 જૂન) અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આગામી 1-2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો