રાજ્યમાં 24 કલાકમાં 108 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં 8.5 ઇંચ વરસ્યો
- સિઝનનો 39.66 ટકા વરસાદ પડ્યો
અમદાવાદ, તા. 26 જુલાઈ 2020 રવિવાર
રાજ્યમાં ગઈકાલે રાજ્યમાં અનેક ઠેકાણે સારો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં મેઘમહેર થઈ છે. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં પાછલા 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે. દરમિયાન સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં પડ્યો છે. ઉમરપાડામાં 24 કલાકમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો 39.66 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં પાછલા 24 કલાકમાં રાજ્યના ઇમર્જન્સી કંટ્રોલ રૂમમાં નોંધાયેલા ડેટા મુજબ ઉમરપાડામાં 215 એમએમ, ભરૂચના નેત્રંગમાં 108 એમ.એમ. ડાંગના વઘઈમાં 105 એમ.એમ. ખેડાના મહુધામાં 101 એમ.એમ. વરસાદ નોંધાયો છે.
જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 83 એમ.એમ, સાબરકાંઠાના તલોદમાં 76 એમ.એમ, ભરૂચના જંબુસરમાં 72 એમ.એમ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 67 એમ.એમ. જ્યારે ભાણવડમાં 65 એમ.એમ. વરસાદ વરસ્યો છે. જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મમાં 54 અને જામનગરના જામજોધપુરમાં 51 એમ.એમ. વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દ્વારકા શહેરમાં 48 એમ.એમ, દાહોદના ધાનપુરમાં 42 એમ.એમ, અરવલ્લીના ધનસુરામાં 41 એમ.એમ. રાજકોટના ઉપલેટામાં 39 એમ.એમ, જામકંડોરણમાં 37 એમ.એમ, અમદાવાદના માંડલમાં 36 એમ. એમ. વરસાદ વરસ્યો છે.
જ્યારે કચ્છના અબડાસા,ખેડાના કઠલાલમાં 35 એમ.એમ. વરસાદ વરસ્યો છે. દરમિયાન કચ્છના નખત્રાણામાં 33 એમ.એમ, ડાંગના આહવામાં 32 એમ.એમ, અમદાવાદ શહેરમાં 30 એમ.એમ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 64 તાલુકામાં 6 એમ.એમથી લઈને 28 એમ.એમ. સુધીનો વરસાદ વરસ્યો છે.