Gujarat

વડોદરામાં બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા : સંખેડામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
દિવસભર ગઈકાલે ભારે ઉકળાટ રહ્યા બાદ શહેરમાં સમી સાંજે સામાન્ય છાંટા પડ્યા બાદ મોડી રાત્રે કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા : સંખેડામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ

Vadodara Monsoon Season : દિવસભર ગઈકાલે ભારે ઉકળાટ રહ્યા બાદ શહેરમાં સમી સાંજે સામાન્ય છાંટા પડ્યા બાદ મોડી રાત્રે કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું. પરિણામે પ્રારંભિક વરસાદી દિવસોમાં જ પાલિકાના શોપિંગ સેન્ટર બેઝમેન્ટમાં અને સેવા સદનના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ શહેરભરમાં ઠેકાણે ખોદાયેલા ખાડાઓમાં ભરાયેલા પાણીથી વાહનચાલકોને અકસ્માતથી બચવા સાવચેતી પૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી. તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદથી હવે ચોમાસાનો માહોલ જામ્યો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. ગણતરીના સમય માટે પડેલા ઝાપટા બાદ વહેલી સવારે ફરી એક વખત વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. આવી જ રીતે શહેર નજીક આવેલા ડભોઇ ખાતે સમી સાંજે દિવસભરના ઉકરાટ બાદ સતત બે કલાક વરસાદ વરસ્યો હતો. ડભોઇના ખાડાવાળા વિસ્તારો મહુડી ભાગોળ, હીરા ભાગોળ ખાતે પાણી ભરાયા હતા. 

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદ બાદ ઉકલાટ સતત વધી ગયો હતો. દરમિયાન સમી સાંજે શહેરના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા પડ્યા બાદ મોડી રાત્રે 12 વાગ્યાના સુમારે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ગણતરીની મિનિટોમાં વરસાદ સમી ગયો હતો ત્યારબાદ વહેલી સવારે પણ વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. 

આવી જ રીતે શહેર નજીક આવેલા ડભોઇ ખાતે દિવસ ભર ભારે રહ્યા બાદ સમી સાંજે બે કલાક જેટલા સમય માટે વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરમાં આવેલા કેટલાક ખાડા વાળા વિસ્તારો મહુડી ભાગોળ હીરા ભાગોળ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.

સંખેડામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ

વરસાદી ઋતુએ પ્રારંભથી જ જમાવટ કરી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ભારે ઉકલાટ બાદ વરસાદ શરૂ થતા થોડી જ વારમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા નગરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પરિણામે વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા જ્યારે સંખેડા હાંડોદ રોડ પર ભરાયેલા પાણીથી વાહનચાલકો અટવાયા હતા.