Get The App

અલકાપુરી ગરનાળા ઉપર ઓવરબ્રિજ બનાવવા રેલ્વે અને કોર્પોરેશનની સંયુક્ત બેઠક મળી

બુલેટ ટ્રેન સ્ટેશનની કનેકટીવીટી સેન્ટ્રલ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સાથે જોડવાનો પ્રયાસ

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
અલકાપુરી ગરનાળા ઉપર ઓવરબ્રિજ બનાવવા રેલ્વે અને કોર્પોરેશનની સંયુક્ત બેઠક મળી 1 - image


અલકાપુરી રેલ્વે અંડરપાસ ખાતે ઓવરબ્રિજ બનાવવા તથા બુલેટ ટ્રેન સ્ટેશનની સીધી કનેકટીવીટી સેન્ટ્રલ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સાથે કરી ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં સરળતા હેતુ રેલ્વે અને કોર્પોરેશન વચ્ચે સંયુક્ત સમીક્ષા બેઠક મળી હતી.

રેલ્વે સ્ટેશન ખાતે મ્યુ.કમિશન૨ અરૂણ મહેશ બાબુ , સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદા૨, કાર્યપાલક ઈજનેર (બ્રીજ પ્રોજેકટ) અને પશ્ચિમ રેલવેના ડીવીઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે વચ્ચે સયુંકત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અલકાપુરી રેલ્વે અન્ડરપાસ ઉપ૨ નવા રેલ્વે ઓવર બ્રીજના આયોજન અંગે ચર્ચા થઈ હતી. સાથે અલ્કાપુરી અન્ડરપાસ, બુલેટ ટ્રેન સ્ટેશન, મલ્ટી મોડલ હબની સ્થળ વિઝીટ કરી નિરીક્ષણ કર્યું હતું. તેમજ બુલેટ ટ્રેન સ્ટેશન ૫૨ આવના૨ મુસાફરોની સીધી કનેકટીવીટી સેન્ટ્રલ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સાથે ક૨વા પણ ચર્ચા થઈ હતી. રેલ્વે, બુલેટ ટ્રેન અને સીટી બસને કનેકટ ક૨ી એક મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા ચર્ચા થઈ હતી.  મ્યુ. કમિશનરનું કહેવું હતું કે, અંડરપાસમાં પાણીનો ભરાવો થઈ જતા ટ્રાફિકની સમસ્યા રહે છે, જેથી ઓવર બ્રિજ બની શકે કે કેમ? તે દિશામાં ચર્ચા થઈ છે. ડીઆરએમનું કહેવું હતું કે, અંડરપાસ લોકોની વર્ષો જૂની સમસ્યા છે, કોર્પોરેશન તરફથી બ્રિજનું પ્રપોઝલ આવ્યું છે, બ્રિજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફંડ, એપ્રુવલ સહિતના વિષયોને લઈને ચર્ચા થઈ છે. હાલ અલ્કાપુરી ઓવરબ્રીજ પ્લાનીંગ સ્ટેજમાં છે. ૨ાજ્ય સ૨કા૨, કેન્દ્ર સ૨કા૨ અને રેલ્વેની ભલામણ લઈ વહેલી તકે નાગરિકોને સેવા મળી ૨હે તેવું આયોજન છે.
Tags :