Gujarat

રાજકોટમાં તૈયાર રેલવે અન્ડરપાસ મનપાની ઢીલાશને કારણે હજુ બંધ

By GS TEAM
2 Aug 20251 min read
રાજકોટમાં તૈયાર રેલવે અન્ડરપાસ મનપાની ઢીલાશને કારણે હજુ બંધ

મૂળ ખર્ચથી બમણો ખર્ચ કર્યો, ત્રણ ગણો સમય લીધો છતાં 6 માસની મુદત સાથે રેલવેને કામ સોંપાયું, : દોઢ વર્ષ બાદ પૂરૂ થયું  અને હવે મનપાએ જળનિકાલનું કામ નહીં કરતા હાલ બંધ

 રાજકોટ,:  રાજકોટના ડો.દસ્તુર માર્ગથી પસાર થતા વાહનો સીધા રેલવે લાઈન ક્રોસ કરીને અમીનમાર્ગ તરફ જઈ શકે તે માટે મૂળ 2.67 કરોડના ખર્ચ અંદાજ સામે પાંચ કરોડનો ખર્ચ કરીને અને 6 માસમાં કામ પુરૂથવાના દાવા સામે દોઢ વર્ષે કામ પૂરૂથયું છે ત્યારે મનપાની ઢીલી નીતિના કારણે હજુ પણ આ અન્ડરપાસ બંધ રખાયો છે. 

આ કામ મનપાના ખર્ચે રેલવે તંત્રને સોંપવામાં આવ્યું હતું અને રેલવેએ પણ ઘણો વધારે સમય લીધો હતો. રેલવે સૂત્રો અનુસાર એક માસ પહેલા આ કામ પૂરૂથયું છે પરંતુ, તે ટ્રાફિક માટે ખુલ્લો મુકી શકાય તેમ એટલા માટે નથી કે મનપાએ ત્યાં જળનિકાલની વ્યવસ્થા કરી નથી. મનપાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું કે પાણી નિકાલ માટે એક લાઈન તો છે પરંતુ, વધારાની લાઈનનું કામ હજુ થયું નથી અને અન્ડરપાસ ક્યારે ખોલવો તે ઉપરના લેવલે નક્કી કરાશે.  એવી પણ ચર્ચા છે કે નાલુ ખુલ્લુ મુકાય તો સામાન્ય વરસાદે ત્યાં જળબંબાકાર થતા કામની પોલ ખુલે તેવી ભીતિ હોવાથી ચોમાસામાં તેને ખુલ્લુ મુકવાનું ટાળવામાં આવે છે.