Get The App

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા

રૂ. ૧.૦૬ લાખની કિંમતના ૭૨૯ કિલા તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા 1 - image

મ્યુ. કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરી સેમ્પલ લીધા છે.

ચોખંડીમાં અમરનાથ ટ્રેડીંગમાંથી કોટનસીડ ઓઈલનો નમૂનો લઈ રૂ. ૬૯,૩૬૮નો ૪૭૮ કિલો જથ્થો સીઝ કર્યો હતો. હાથીખાનામાં પ્રભુલાલ એન્ડ સન્સમાંથી સીંગતેલનો નમુનો લઈ રૂ. ૧૭,૯૨૩ નો ૧૦૩. ૪૦૦ કિલો જથ્થો સીઝ કર્યો હતો. ખોડિયારનગરમાં મીષા એન્ટરપ્રાઈઝ રિપેકીંગમાં ઇન્સપેક્શનની કામગીરી કરી પામોલીન તેલ નો નમૂનો લઈરૂ. ૧૯૨૯૨નો ૧૪૮.૪૦૦ કિલો જથ્થો સીઝ કરાયો હતો. કિશનવાડીમાં આવેલ બે દુકાનોમાંથી ગાયનું દુધ અને ઘી ફતેગંજમાં રેસ્ટોરન્ટમાંથી પનીર બટર મસાલા અને મસુરદાળનો સેમ્પલો લીધા હતા. તેમજ બે ટીમોએ ગોરવા રોડ પર આવેલ ૩૨ લારીઓમાં તથા લાલબાગ બ્રિજ નીચે અને તુલસીધામ ચાર રસ્તા પર આવેલ ૧૭ લારીઓ અને ૭ ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટમાં ઇન્સપેક્શનની કામગીરી કરી તુલસીધામ ચાર રસ્તા પાસેની સ્વાગત ફૂડ કોર્નરમાંથી સિન્થેટીક ફૂડ કલરના ૧ લીટરજથ્થાનો નાશ કર્યો હતો.