રાજકોટ ફ્લાઈંગ સ્કવોડની સર્જિકલ સ્ટ્રાઈક
રાજકોટ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં રેતી, લાઈમસ્ટોન, બ્લેકટ્રેપ પથ્થર, માટી-મોરમ વગેરે ખનિજચોરી ઝડપાઈ
સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે આક્રમક અભિયાન છેડયું છે. રાજકોટ સ્થિત ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડે છેલ્લા એક સપ્તાહમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સપાટો બોલાવીને કુલ નવ જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં વાંકાનેરના પલાસ ગામેથી રોયલ્ટી પાસ વગર ખનિજ વહન કરતા ૬ ડમ્પર અને લુણસર ગામેથી ગેરકાયદેસર ખનન કરતા ૧ હિટાચી મશીન જપ્ત કરી વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. વંથલી ગામે ગેરકાયદેસર હાર્ડ મોરમ ખનન કરતા ૧ હિટાચી મશીન અને ૧ ડમ્પર તેમજ રેતી અને બ્લેકટ્રેપનું ગેરકાયદેસર વહન કરતા ૪ લોડર-ડમ્પર જપ્ત કરાયા છે. માંગરોળના ખોડાદા ગામે બિલ્ડીંગ લાઇમસ્ટોનના ખનન અંગે ૧૨ ચકરડી મશીન, ૪ ટ્રેક્ટર અને ૧ જનરેટર સીઝ કરવામાં આવ્યા છે.
ધોરાજીના સુપેડી ગામેથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ૨ લોડર અને ૧ ટ્રેક્ટર તથા ઉપલેટાના મેખાટીંબી ગામેથી ૧ લોડર અને ૨ ટ્રેક્ટર મળી કુલ રૂા. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લીમડીના ટોકરાળા ગામ પાસે રોયલ્ટી પાસ વગર બ્લેકટ્રેપ અને રેતીનું વહન કરતા ૩ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. અમરેલીના રાજસ્થળી ગામે શેત્રુંજી નદીમાં રેતી અને બ્લેકટ્રેપનું વહન કરતા ૨ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે.
|
ખનિજચોરો પર કરાયેલી કાર્યવાહી |
||
|
જિલ્લો/તાલુકો/ગામ |
ખનીજનું
નામ |
મુદ્દામાલ |
|
મોરબી
(વાંકાનેર, પલાસ) |
ફાયરકલે અને
બ્લેકટ્રેપ |
૨.૧૦ કરોડ |
|
મોરબી
(વાંકાનેર, લુણસર) |
અન્ય
(ખનન મશીન) |
૮૦
લાખ |
|
જુનાગઢ
(વંથલી, વંથલી) |
હાર્ડ મોરમ |
૧.૨૦ કરોડ |
|
જુનાગઢ
(વંથલી, વંથલી) |
રેતી
અને બ્લેકટ્રેપ |
૧.૨૦
કરોડ |
|
રાજકોટ
(ધોરાજી, સુપેડી) |
સાદી રેતી |
૧.૩૦ કરોડ |
|
રાજકોટ
(ઉપલેટા, મેખાટીંબી) |
અન્ય
(મશીનરી) |
૮૦
લાખ |
|
સુરેન્દ્રનગર
(લીમડી, ટોકરાળા) |
બ્લેકટ્રેપ અને રેતી |
૧.૦૦ કરોડ |
|
જુનાગઢ
(માંગરોળ, ખોડાદા) |
બિલ્ડીંગ
લાઇમસ્ટોન |
૪૫
લાખ |
|
અમરેલી
(અમરેલી, રાજસ્થળી) |
રેતી અને
બ્લેકટ્રેપ |
------- |


