Get The App

જામનગર શહેર, જામજોધપુર અને ધ્રોલમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: 4 મહિલા સહિત 20 પત્તા પ્રેમીઓ પકડાયા

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
જામનગર શહેર, જામજોધપુર અને ધ્રોલમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: 4 મહિલા સહિત 20 પત્તા પ્રેમીઓ પકડાયા 1 - image


જામનગર શહેર જામજોધપુર અને ધ્રોળમાં પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને ચાર મહિલાઓ સહિત 20 પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરમાં રાજગોર ફળી વિસ્તારમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ ભરત મોહનભાઈ કલ્યાણી, ઉપરાંત પંકજ બળવંતરાય દવે, નરેશ ચમનલાલ શાહ, સુરેશ વલ્લભભાઈ બુદ્ધદેવ, અને લવેસ કાંતિલાલ વ્યાસ વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 15,300ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગેનો બીજો દરોડો ધ્રોળ નજીક લતીપર ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી ચંપાબેન કેશુભાઈ વાઘેલા, નીમીબેન ભરતભાઈ વાઘેલા, વિજયાબેન લવજીભાઈ વાઘેલા, મીનાબેન મનસુખભાઈ વાઘેલા, ઉપરાંત અશ્વિન બટુકભાઈ વાઘેલા, ભુપત રામજીભાઈ વાઘેલા વગેરે ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 6,390ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામજોધપુર તાલુકાના જીણાંવારી ગામમાં રહેતા ખેડૂત ધર્મેશભાઈ જેસાભાઈ કારેણા ની વાડીની ઓરડીમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ધર્મેશ કારેણા ઉપરાંત હિરેન ભગવાનજીભાઈ અમલાણી, ઇકબાલ સુલેમાનભાઈ સંધિ, કાસમ સુલેમાન ભાઈ સંધિ, ઉમંગ પ્રવીણભાઈ પરમાર, આદમ કારાભાઈ નોઈડા, રાજેશ પ્રવીણભાઈ પરમાર, શાંતિલાલ બાલુભાઈ પરમાર અને પ્રવીણ જેસાભાઈ કારેણાં ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ તથા વાહન અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 3,52,000ની માલમતા કબજે કરી છે.

Tags :