Gujarat

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા

By GS TEAM
3 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં પ્રોહિબિશન કાયદા અંતર્ગત પોલીસ દ્વારા બે અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરીને પરમીટ વગર દારૂ સાથે નીકળેલા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા

Jamnagar Police : જામનગર શહેરમાં પ્રોહિબિશન કાયદા અંતર્ગત પોલીસ દ્વારા બે અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરીને પરમીટ વગર દારૂ સાથે નીકળેલા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે.

 પ્રથમ બનાવમાં ગઈ રાત્રે નાનકપુરી ઝુલેલાલ મંદિર પાસે જાહેર રોડ પર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને રોકીને તપાસ કરતાં તેની પાસેથી પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતાં પોલીસે દારૂ સાથે તેની અટકાયત કરી લીધી છે. આ મામલે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 બીજા બનાવમાં, સીટી ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા ઉદ્યોગનગર વિસ્તારમાં પ્રણામી સ્કૂલ પાસે જાહેર રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કિશોરભાઈ મુળજીભાઈ દામા (ઉંમર 50) ને ઝડપવામાં આવ્યા હતા. તેની પાસેથી પાસ પરમીટ વગરની ભારતીય બનાવટની 9 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરી છે અને તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.